Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 TET - 1 અને TET-2 પરીક્ષા ની વેલિડિટી બાબત લેટેસ્ટ પરિપત્ર


પ્રસ્તાવના : આ વિભાગના તારીખ ૨૭/૦૪/૨૦૧૧ ના વંચાણે લીધા ક્રમાંક ( ૧ ) હેઠળના ઠરાવથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક / શિક્ષકની ભરતી માટે શિક્ષક યોગ્યતા કસોટી ( TET ) લેવાનું ઠરાવેલ છે. આ ઠરાવમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક / શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ TET - 1 ( ધોરણ ૧ થી ૫ માટે ) અને TET - 2 (ધોરણ ૬ થી ૮ માટે) ફરજીયાત પાસ કરવાની રહેશે . તેમજ TET - 1 અને TET - 2 નું પ્રમાણપત્ર ૫ વર્ષ સુધી માન્ય રહેશે તેવી જોગવાઇ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ વિભાગના તારીખ ૦૬/૦૬/૨૦૧૩ ના વંચાણે લીધા ક્રમાંક ( ૨ ) હેઠળના ઠરાવથી તા . ૨૭/૦૪/૨૦૧૧ ના ઠરાવના ફકરા નં . ૫ માં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ હતો . “શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા અવધિ પાંચ વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી . ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે . એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઇપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરીટ માટે એક કરતા વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે . ઉમેદવાર ઇચ્છે તો શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક શિક્ષક માટે તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બંને માટે આપી શકશે. ”


તાજેતરમાં National Council of Teachers Education ( NCTE ) દ્વારા તારીખ ૦૯/૦૬/૨૦૨૧ ના વંચાણે લીધા ક્રમાંક ( ૩ ) હેઠળના પત્રથી શિક્ષક યોગ્યતા કસોટી ( TET ) ના ક્વોલિફાઇંગ પ્રમાણપત્રની માન્યતા ૭ વર્ષથી વધારી આજીવન કરવામાં આવેલ છે . આ સુધારા અનુસંધાને નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક ( ૪ ) હેઠળના તારીખ ૧૦/૦૬/૨૦૨૧ ના પત્રથી TET ( Teacher Eligibility Test ) પ્રમાણપત્રની મુદત વધારવા અંગે દરખાસ્ત કરેલ હતી . જે અન્વયે TET (૧ & ૨) ના પ્રમાણપત્રની માન્યતા અવધિમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.


TET પરીક્ષા વેલિડિટી બાબત લેટેસ્ટ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Powered by Blogger.