Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here
લોકરક્ષક કેડર ભરતી અંગે જરૂરી સુચનાઓ

  • તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવેલ, જેમાં મહિલા (સામાન્ય) ઉમેદવારોનું પરિણામ જાહેર કરેલ ન હતુ.
  • સરકારશ્રી ગૃહ વિભાગ, ગાંધીનગરનાઓના પત્ર ક્રમાંકઃ મહક/૧૦૨૦૨૦/૧૧૭૨/સ તા. ૧૦/૦૩/૨૦૨૦ થી લોકરક્ષક કેડરમાં મહિલા ઉમેદવારોની બિન હથિયારી લોકરક્ષક-૮૨૮ અને હથિયારી લોકરક્ષક-૧૬૫૭ મળી કુલ-૨૪૮૫ વધુ જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે. જે ધ્યાને લઇ મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ (Provisional Result) ની માહિતી નીચે મુજબ છે.
  • મહિલા બિન હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો ...........
  • મહિલા હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો ...........
  • જેલ સિપાઇ (મહિલા) પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો ...........
        ઉપરોકત હંગામી પરિણામને લીધે અગાઉ તા. તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવેલ તેમાં મહિલા SC, ST અને SEBC ઉમેદવારોનું જે પરિણામ જાહેર કરેલ હતુ તેમાં ફેરફાર થવા પામેલ છે જે ધ્યાને લેવાનું રહેશે.
        આ હંગામી પરિણામ (Provisional Result) માં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.૧૧/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૩/૨૦૨૦ સુધીમાં “પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-૧૩, સરિતા ઉધાન પાસે, સેકટર-૯, ગાંધીનગર” ખાતે કચેરી સમય દરમ્યાન જરૂરી પુરાવા સાથે રૂબરૂમાં આવીને રજુઆત કરી શકશે. ત્યારબાદ આવેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

        હંગામી પરિણામમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે તે પૈકી જે મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકીમાં છે તેઓની દસ્તાવેજ ચકાસણી ટુંક સમયમાં કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારોના તમામ દસ્તાવેજો માન્ય હશે તેઓને નિમણુંક મળવાપાત્ર રહેશે, અને જે ઉમેદવારોના કોઇપણ દસ્તાવેજો અમાન્ય હશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
        હંગામી પરિણામમાં મહિલા અનામત અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ દિવાની દાવાઓ SCA No. 22826/2019, SCA No. 23313/2019, SCA No.3066/2020 તેમજ અન્ય કોઇ દાખલ થયેલ દાવાઓમાં જે ચુકાદાઓ આવે તે તમામને બંધનકર્તા રહેશે.

More Information : Click Here
Powered by Blogger.