Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


નિયામકશ્રીની કચેરી , ગ્રામ રક્ષક દળ 
ગુજરાત રાજય, હોમગાર્ડઝ ભવન, લાલદરવાજા, અમદાવાદ

વિષય : - ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળના માનદ સભ્યોની ખાલી જગ્યાઓ ભરવા બાબત 

1. ઉપરોક્ત સંદર્ભ -૨ અન્વયે જણાવવાનું કે ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળ ની ખાલી રહેલ ૯૯૦૨ જગ્યાઓ આગામી ૧૦૦ દિવસમાં ભરવા અંગે સરકારશ્રીના ગૃહ વિભાગ તરફથી સુચના આપવામાં આવેલ છે.

2. સરકારશ્રીના ગૃહ વિભાગના ઉપરોક્ત સંદર્ભ -૩ વાળા ઠરાવથી ગ્રામ રક્ષક દળને લગત તમામ વહીવટી બાબત કમાન્ડન્ટ જનરલ શ્રી ગૃહ રક્ષક દળ , ગુજરાત રાજયના નિયંત્રણ હેઠળ રાખવામાં આવેલ અને પોલીસ અધિક્ષકને કચેરીના વડા તથા કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ , ગુજરાત રાજય નાઓને ખાતાના વડા તરીકે ઠરાવવામાં આવેલ.

3- રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળનું મંજુર મહેકમની વિગત દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે . ( Annexure - A ) પોલીસ અધિક્ષકશ્રી નાઓએ ગુજરાત પોલીસ એક્ટ -૧૯૫૧ ( સુધારો -૨૦૧૨ ) ની કલમ ૬૩ ( બી ) થી મળેલ સત્તાની રૂએ તથા ગુજરાત પોલીસ મેન્યુઅલ ૧૯૫૭ ભાગ -૩ ના નિયમ ૫૪૪ થી ૫૪૮ ની જોગવાઈ મુજબ ભરતી પ્રક્રિયા સત્વરે પુર્ણ કરવાની રહેશે.

4. ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળમાં શારીરીક તથા માનસીક સશક્ત હોય અને ગામડાઓમાં રહેતાં હોય તેવા ઉમેદવારની પસંદગી કરવાની રહેશે.પસંદ કરેલ ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા તેઓની ચારિત્ર્ય તથા ગુન્હાહિત ઇતિહાસની ખાત્રી કરવાની રહેશે . પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળના સભ્યોની ખાલી રહેલ તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયા તા .૩૦,૧૧,૨૦૨૧ સુધીમાં પુર્ણ કરવાની રહેશે

5- ભરતી પ્રક્રિયાની બહોળી પ્રસિધ્ધિ સ્થાનિક અખબાર , જાહેર સ્થળોના નોટીસ બોર્ડ , પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ તથા પોલીસ સ્ટેશનના અધિકારી / કર્મચારી મારફત ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવાની રહેશે.

6- પસંદગી પામેલ ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળના સભ્યોને ગુજરાત પોલીસ મેન્યુઅલ ૧૯૫૭ ભાગ -૩ ના નિયમ ૫૪૯ થી ૫૫૦ મુજબ તાલીમ આપવાની રહેશે.

 7- સમગ્ર ભરતી પ્રક્રિયા પુર્ણ થયાં બાદ Annexure - B મુજબની માહિતી અત્રેની કચેરીને તારીખ ૦૧/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે.

Official Notification : Click Here

Powered by Blogger.