Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧૨ પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર,


જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી અંગેની જાહેરાત વર્ષ : ૨૦૨૨


જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે તા. ૨૭-૦૪ ૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક: GH/SH/૦૨ PRE/ ૧૧-૨૦૧૬|SF-૬૪, તા. ૨૦-૦૧-૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓન-લાઇન મંગાવવામાં આવે છે.

જાહેરાતમાં દર્શાવલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક માંગણાપત્રક આધારે દર્શાવેલ છે.

(૧) ભરતી અંગેનું ઓન-લાઇન અરજીપત્રક વેબસાઇટ http://vsb.dpogujarat.in ઉપર તા. ૧૩-૧૦-૨૦૨૨ સવારના ૧૧.૦૦ કલાકથી તા. ૨૨-૧૦-૨૦૨૨ના રોજ બપોરના ૧૫.૦૦ કલાક સુધી ભરી શકાશે.

(૨) જિલ્લા નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. 

(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા. ૨૨-૧૦-૨૦૨૨ (૧૭.૦૦ કલાક સુધી) છે.


Powered by Blogger.