Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 


એપ્રેન્ટીસ ભરતી ગુ.રા.મા.વા.વ્ય. નિગમ , હિંમતનગર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ - ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર લઘુતમ શૈક્ષણિક લાયકાત મુજબ આઈ.ટી.આઈ.માં મેળવેલ ટકાવારીના ધોરણે ( ૧ ) મોટર મીકેનીક વ્હિકલ ( ૨ ) ડીઝલ મીકેનીક ( ૩ ) મોટર વ્હિકલ બોડી બીલ્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસની એપ્રેન્ટીસ ભરતી યોજાનાર હોઈ લાયકાત ધરાવતાં ઉમેદવારોએ apprenticeshipindia.org પર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડકોપી તેમજ http://anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા આઈ.ટી.આઈ. માર્કશીટ , એલ.સી., આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો સહિત વેલ્ફેર સેન્ટર , વિભાગીય કચેરી , મોતિપુરા હિંમતનગર ખાતે રૂબરૂમાં તા . ૧૧/૧૧/૨૦૨૧ થી તા . ૨૦/૧૧/૨૦૨૧ સુધીમાં ( ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક - જાહે ૨ રજાના દિવસો સીવાય ) અરજી પત્રક મેળવી પરત જમા કરાવવાનું રહેશે . જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી . હાલની કોરોનાની મહામારીને ધ્યાને લઈ સરકારશ્રીની સુચનાઓનું પાલન ઉમેદવારોએ કરવાનું રહેશે




Powered by Blogger.