Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા

(૧) તા.૦૫/૦૨/૨૦૧૯ નારોજ લેખિત પરીક્ષાની આખરી જવાબ વહી (Final Answer Key) અને ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલ.
(ર) લોકરક્ષક કેડરની શારીરીક કસોટી તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૯/૦૩/૨૦૧૯ દરમ્યાન રાજયના ૬ (છ) પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે.
(૩) હાજર ઉમેદવારોના (૧) લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ (૨) વધારાના ગુણ માટે માન્‍ય પ્રમાણપત્ર (રમતગમત, NCC “C”, રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) ના નિયામોનુસાર મળવાપાત્ર ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્‍યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોને શારીરીક કસોટી માટે યાદી બહાર પાડવામાં આવે છે. કેટેગીરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કુલ ગુણમાં છેલ્‍લા ઉમેદવારના માર્કસ)
કેટેગીરીપુરૂષ ઉમેદવારમહિલા ઉમેદવારમાજી સૈનિક ઉમેદવાર
કટ ઓફ માર્કસઉમેદવારની સંખ્‍યાકટ ઓફ માર્કસઉમેદવારની સંખ્‍યાકટ ઓફ માર્કસઉમેદવારની સંખ્‍યા
GENERAL૬૫.૦૦૨૮૭૨૮૪૭.૦૦૧૨૭૦૩૪૦.૦૦૭૭
SC૫૮.૨૫૩૪૬૬૪૧.૦૦૧૭૩૩૪૦.૦૦૧૪
ST૪૬.૨૫૮૧૯૦૪૦.૦૦૧૮૫૭૪૦.૦૦
SEBC૫૮.૭૫૧૩૮૪૦૪૦.૦૦૫૩૬૪૪૦.૦૦૩૭
કુલઃ૫૪૨૨૪૨૧૬૫૭૧૩૧
(૪) જે ઉમેદવારોના વધારાના ગુણ રમત-ગમત, NCC “C”, રક્ષા શકિત યુનિવસિર્ટી, અને વિધવાના પ્રમાણપત્રોના ગુણ ઉમેરવામાં આવેલ છે તે જાહેરાત સમયે ઓનલાઇન અરજી કરતી વખતે ભરવામાં આવેલ માહિતી આધારે ઉમેરવામાં આવેલ છે. જેથી ઉમેદવારોની દસ્‍તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે. (નોંધઃ વધારાના ગુણ માટે પ્રમાણપત્રો અંગેની જે ઉમેદવારોએ ઓનલાઇન માહિતી ભરેલ હતી તેવા જ ઉમેદવારોના ગુણ ઉમેરવામાં આવેલ છે જેથી હવે કોઇપણ સંજોગોમાં નવી અરજી (રજુઆત) સ્વીકારવામાં આવશે નહીં)
(૫) ઉપરોકત જણાવેલ કટ ઓફ મુજબ શારીરીક કસોટીની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.... 
(નોંધઃ ઉપરોકત કટ ઓફ મુજબ સમાવેશ થયેલ ઉમેદવારોના જ ગુણ મૂકવામાં આવેલ છે)
(૬) લેખિત પરીક્ષાના ગુણ ચકાસણી માટે રીચેકીંગ માટેની અરજીઓ તા.૦૫/૦૨/૨૦૧૯ થી ૧૯/૦૨/૨૦૧૯ સુધી મંગાવવામાં આવેલ છે. જેની રીચેકીંગ ચકાસણી કર્યા બાદ જો કોઇ ઉમેદવારના ગુણમાં ફેરફાર થતો હશે અને ઉપરોકત જણાવેલ કટઓફ મુજબ ગુણ હશે તો તેવા ઉમેદવારોને શારીરીક કસોટીમાં સમાવેશ કરવામાં આવશે અને તે અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
(૭) લેખિત પરીક્ષા સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે. તદઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
(૮) શારીરીક સોટીના પ્રવેશપત્ર તા.૨૦/૦૨/૨૦૧૯ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યા થી OJAS ની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી શકાશે.
Powered by Blogger.