ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ. ગાંધીબ્રીજના નાકે, ઇન્કમટેક્ષ
ઓફીસ સામે, અમદાવાદ એપ્રેન્ટીસ કલાર્કની નિમણૂંક
ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લી., ગાંધીપુલના નાકે, ઇન્કમટેક્ષ ઓફીસ
સામે, અમદાવાદ હેડ ઓફીસ માટે તથા બેંકની અમદાવાદ, ગાંધીનગર તથા બોટાદ
જિલ્લાની શાખાઓ માટે ઉભી થયેલ હંગામી કામની જરૂરિયાત માટે તદ્ન હંગામી
ધોરણે એપ્રેન્ટીસ કલાર્કની 11 માસના સમયગાળા ઉપર નિમણુંક મેળવવા માંગતા
ઉમેદવારો પાસેથી લેખિત અરજીઓ શૈક્ષણિક લાયકાત વગેર બેંકની વેબસાઇટ
www.adcbank.coop ઉપર ઓનલાઇન તેમજ રૂબરૂ, પોસ્ટ દ્વારા તા.10-10-2023માં
મોકલી આપવાની રહેશે.
જગ્યા નું નામ : એપ્રેન્ટીસ કલાર્ક
શૈક્ષણિક લાયકાત : મીનીમમ ૫૦% માર્ક સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડીગ્રી ધરાવતા અથવા અભ્યાસ કરતા તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારોને આ પોસ્ટ માટે લાયક ગણવામાં આવશે.
સ્ટાઈપેન્ટ : રૂ।. 17,500/-
વય મર્યાદા : 18 વર્ષથી વધુ ઉંમર
(1) 11 માસના કરાર આધરિત નિમણુંક માટે કાયદેસરનો કરાર કરવામાં આવશે અને કરારનો સમયગાળો પુરો થતાં કરાર આધારિત નિમણુંકનો અંત આવેલો ગણાશે.
(2) 11 માસ માટેના કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવારને સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તે સિવાયના અન્ય લાભો મળવાપાત્ર રહેશે નહિ.
(3) 11 માસ માટેના કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવાર બેંકના રૂલ્સ અને રેગ્યુલેશન સ્પષ્ટપણે લાગુ પડશે અને તેનું પાલન કરવાનુ રહેશે.
(4) કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવારોની નિમણુંક એપ્રેન્ટીસ કલાર્ક તરીકે હંગામી રહેશે અને તેઓ બેંકના કાયમી કર્મચારી ગણાશે નહિ.
(5) કરાર આધારિત નિમણુંક પામેલ ઉમેદવારોની નિમણુંક બેંકના કાર્યક્ષેત્રમાં બદલીને પાત્ર રહેશે અને બેંક વહીવટી કારણોસર બેંકની કોઇ પણ શાખામાં કે હેડ ઓફીસમાં બદલી કરવા હક્કદાર રહેશે.
(6) કરાર આધારિત નિમણુંક કરવા અંગેની જગ્યાઓ તથા અન્ય કોઇપણ શરતો / વિગતોમાં ફેરફાર કરવા કે રદ કરવાનો બેંકને અબાધિત અધિકાર રહેશે.
(7) કરાર આધારિત નિમણુંક માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદીમાંથી મૌખિક ઇન્ટરવ્યુ આપવાનો રહેશે.
(8) કરાર આધારિત નિમણુંક કરવાનો આખરી નિર્ણય બેંકનો રહેશે.
Official Notification : Click Here