વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે
જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે
ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.-22/09/2023 (13.01 કલાક) થી તા.
06/10/2023 (23.59 કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
1. જગ્યાનું નામ : સ્ટાફ નર્સ/બ્રધર્સ
કુલ જગ્યા : 21 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
(1) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing)નો
કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ
ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ.
(2) ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે.
(3) બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
ફિક્સ પગાર : 13,000/-
વયમર્યાદાઃ 45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
2. જગ્યાનું નામ : મીડવાઇફરી (NPM)
કુલ જગ્યા : 06 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
1. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બેસિક બીએસસી કે પોસ્ટ
બેસિક બીએસસી(નર્સિંગ)ની ડીગ્રી અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત
નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મીડવાઇફરી નો
ડીપ્લોમા કોર્સ અને
2. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી નર્સ પ્રેક્ટીશનર
મીડવાઇફરી નો પોસ્ટ બેઝીક ડીપ્લોમા કોર્સ- ફરજીયાત
3. માન્ય સંસ્થામાંથી કરેલ કોમ્યુટરનો કોર્સ
ફિક્સ પગાર : 30,000/- +ઇન્સેન્ટીવ
વયમર્યાદાઃ 58 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
3. જગ્યાનું નામ : પબ્લીક હેલ્થ મેનેજર
કુલ જગ્યા : 01 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
1. પબ્લીક હેલ્થમાં અનુસ્નાતક/હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક/MBBS/BAMS/BHMS
2. સરકારી/NGo સંસ્થામાં નેશનલ હેલ્થ પ્રોગ્રામના અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય
3. અંગ્રેજી તથા કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય
ફિક્સ પગાર : 25,000/-
વયમર્યાદાઃ 58 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
4. જગ્યાનું નામ : સિનિયર ડીઆર ટીબી ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP)
કુલ જગ્યા : 01 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
1. કોઇ પણ વિધાશાખામાંથી સ્નાતક
2. કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ
3. ટુ વ્હીલર ચલાવતા આવડવુ જોઇએ અને કાયમી ટુ વ્હીલર લાયસન્સ હોવુ જોઇયે.
4. NTEPમાં ઓછામા ઓછો 2 વર્ષનો અનુભવ અથવા કોઇ પણ પબ્લીક હેલ્થ પ્રોગ્રામમાં
સુપરવાઇઝર તરીકેનો ઓછામા ઓછો 5 વર્ષનો અનુભવ
5. સ્થાનિક ભાષાના જાણકાર અને સ્થાનિક વિસ્તારમા કામગીરી કરવા સક્ષમ
ફિક્સ પગાર : 20,000/-
વયમર્યાદાઃ 45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
5. જગ્યાનું નામ : ટી.બી.એચ.વી- NTEP પ્રોગ્રામ
કુલ જગ્યા : 01 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
(1) સ્નાતક અથવા
(2) ઇન્ટરમીડીએટ (10+2) અને MPW/LHV/ANM હેલ્થ વર્કરની કામગીરીનો અનુભવ અથવા
આરોગ્યનો ઉચ્ચતર સર્ટીફિકેટ કોર્ષ/સલાહકાર અથવા
(3) ટીંબીએચવી નો માન્ય સંસ્થામાંથી કરેલ કોર્ષ
(4) કોમ્પ્યુટરનો સર્ટિફેકેટ કોર્ષ (ઓછામાં ઓછો ૨ માસનો)
વિશેષ લાયકાત : MPWનો ટ્રેનીંગ કોર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ
ફિક્સ પગાર : 13,000/-
વયમર્યાદાઃ 58 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
(1) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ
અરજી કરવાની રહેશે.
(2) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા
મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.
નોંધ:- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર જગા ભરવા માટે ઉપર
મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર
કરવામાં આવશે.
Apply Online In VMC Recruitment :
Click Here